મોરબીના રફાળેશ્વર પાસે બે પક્ષો વચ્ચે તલવાર, છરી વડે મારમારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબીની રફાળેશ્વર ચોકડી નજીક રોડ ઉપર બે પક્ષો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા બંને પક્ષોના લોકો દ્વારા તલવાર, છરી, પાઇપ વડે એકબીજા પર તુટી પડયા હતા. જે બાદ આ મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર મહાદેવના મંદિર પાસે ભરવાડ પરામા રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારા (ઉ.વ.૫૮) એ તેમના જ ગામના આરોપી મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા, વિકાસભાઈ પ્રભુભાઈ બાવાળીયા, વિશાલભાઈ મુકેશભાઈ ખાંભળીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રફાળેશ્વર ચોકડી પાસે રોડ ઉપર ફરીયાદીએ આરોપી મુકેશભાઈને સાઈડમાં જવા અંગે વાત કરતા આરોપીને સારૂં નહીં લાગતા ઉશ્કેરાઈ ધોકાવતી ફરીયાદને તથા સાથી રાજુભાઇને માથામાં પાઈપ વતી ઈજા કરી રાજુભાઇને આરોપી વિકાસભાઈએ છરી વડે ઈજા ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે મૂળ રફાળેશ્વર ગામે રહેતા અને હાલ મોરબી વાવડી રોડ ઉપર મારૂતિ પાર્કમાં રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા (ઉ.વ.૪૫) એ આરોપી લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજીના થળાવાળા, રાજુભાઇ હીરાભાઈ ગમારા, બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે. બધા રફાળેશ્વર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી લીલાભાઈએ ધંધા બાબતે બોલાચાલી ઝઘડો કરી આરોપીઓએ ફરીયાદીને મુંઢમાર મારી તથા સાથી વિકાસને આરોપી લીલાભાઈએ તલવાર વતી ઈજા કરી સાથી વિશાલને આરોપી મગનબાપાએ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંન્ને પક્ષો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.