માળીયાના માણાબા ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મોત
માળીયા તાલુકાના માણાબા ગામે ધાબા ઉપર પાણી ચડાવવાના ટાંકાની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામે રહેતા રામદેવ સિંહ સજુભાઈ જાડેજા ઉ.વ.૫૪વાળા ધાબા ઉપર પાણી ચડાવવાના ટાંકાની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા અચાનક ઈલેક્ટ્રીક શોક લાગતા સારવાર માટે જેતપર CHC સેન્ટર ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા જેથી માળિયા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.