ફીટ ઇન્ડીયા મુવમેન્ટ “Sunday On Cycle” અંતર્ગત મોરબી પોલીસ દ્રારા સાયકલ રેલી યોજાઈ
આજે Fit India Movement કાર્યક્રમ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, અશોક કુમાર (I.P.S)ની સુચના મુજબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, એસ.એચ.સારડા નાઓના માર્ગદર્શન તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, મોરબી, વી.બી.દલવાડી નાઓની આગેવાની હેઠળ,
Fit India Movement અંતર્ગત મોરબી ખાતે “Sunday On Cycle” થીમ પર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ/પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ.
આ સાયકલ રેલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી શરૂ થઈ નગર દરવાજા સુધી તથા ત્યાંથી પરત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પરત આવેલ હતી.
આ સાથે Fit India Movement અંતર્ગત, પોલીસ હેડ કવાર્ટર, મકનસર, મોરબી ખાતે યોગા અને ઝુમ્બા- એરોબીક્સ સેશનનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ.