મોરબી ખાતે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ માં 21 થી 59 એજ ગ્રુપમાં રાસ સ્પર્ધામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય અને શહેરની વિવિધ પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને અન્ય ગૃહિણી એમ કુલ 16 બહેનો દ્વારા બનાવેલ રંગીલું હળવદ ટીમે ભાગ લીધેલ હતો .જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકા માંથી હળવદની રંગીલું હળવદની મહિલા ટીમ પ્રથમ ક્રમે આવતા,તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ જેમણે હળવદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
