મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ-2025 માં મોડેલ સ્કૂલ – મોટીબરારના વિદ્યાર્થીઓનો દબદબો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી – મોરબી આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ -2025 ની ઉજવણી કરવામાં આવી.
જેમાં મોરબી જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના 6 વિદ્યાર્થીઓએ ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધલેખન, એકપાત્રીય અભિનય અને કાવ્ય લેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મોડેલ સ્કૂલ – મોટી બરારના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો.
જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025-26
1) વક્તૃત્વ સ્પર્ધા – પ્રથમ નંબર – કાનગડ તેજસ્વી વિક્રમભાઈ
2) એકપાત્રિય અભિનય – પ્રથમ નંબર – ડાંગર કાજોલ ભાવેશભાઈ
3) ચિત્રકલા – દ્વિતીય નંબર – ધોળકિયા વિશ્વા વિપુલભાઈ
4) કાવ્ય લેખન – દ્વિતીય નંબર – ડાંગર ભક્તિબેન દિપકભાઈ
5) નિબંધ લેખન – દ્વિતીય નંબર – ઝાલા નીલાક્ષી મનસુખભાઇ
6) સર્જનાત્મક કારીગરી – તૃતીય નંબર – મુલાડીયા વિધિ મનસુખભાઇ
તમામ વિદ્યાર્થીઓને જીલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કર્યા એ બદલ મોડેલ સ્કૂલ મોટીબરાર ના આચાર્ય બી.એન.વિડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી.