મોરબીના માધાપરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત
મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નં -૧૭ માં કપીલા હનુમાન નજીક ફળીયામાં લગાવેલ ઈલેક્ટ્રીક બોર્ડને અડી જતાં ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીની માધાપર શેરી નં -૧૭ માં કપીલા હનુમાન પાસે રહેતા કાલુભા ગોવિંદભાઈ ગુઢડા (ઉ.વ.૫૩) નામના આધેડ પોતાના ઘરે ફળીયામાં બાંધેલ ગાયોને દોવા જતા હતા તે વખતે ફળીયાની દિવાલમાં લાગેલ ઈલેક્ટ્રીક બોર્ડને અડી જતાં ઈલેક્ટ્રીક શોક લાગતા શરીરે ગંભીર ઈજા થતા ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.