Tuesday, August 26, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વિવિધ કામગીરી હાથ ધરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી હતી તેમજ ખુલ્લી ગટર તેમજ વોકળામાં મચ્છર થાય તે માટે દવા છંટકાવ તથા ફોગીંગ તેમજ ડસ્ટીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપેંડા પહેરવા, ઘરની આજુબાજુ બરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર