ટંકારાની ગાયત્રીનગર સોસાયટી પાસે જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા
ટંકારા ટાઉનમાં ગાયત્રીનગર સોસાયટીના છેવાડાની શેરીમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડા રૂપીયા- ૮૬,૮૫૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા ગાયત્રીનગર સોસાયટી હનુમાન મંદીર પછીની શેરીમાં છેવાડે જાહેરમાં અમુક ઇસમો ગોળકુંડાળુ કરી જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી રાજેશભાઇ નાનજીભાઇ બારૈયા (ઉ.વ. ૩૯) રહે. ટંકારા દ્વારકાધીશ જીન પાસે તા.ટંકારા, મહેમુબભાઇ ગનીભાઇ પીલુડીયા (ઉ.વ. ૩૨) રહે. ટંકારા ૧૦૦ વારીયામાં તા.ટંકારા, નાશીરભાઇ હુશેનભાઇ મેસાણીયા (ઉ.વ. ૨૬) રહે. ટંકારા સંધીવાસ તા.ટંકારા, આસીફભાઇ હાજીભાઇ જુણાચ (ઉ.વ.૪૦) રહે. ટંકારા મેમણશેરીમાં તા.ટંકારા, અવેશભાઇ આદુભાઇ અબરાણી (ઉ.વ. ૨૭) રહે. સરકારી હોસ્પીટલ સામે ટંકારા તા.ટંકારા, ઉસ્માનભાઇ ગનીભાઇ મકવાણા (ઉ.વ. ૨૫) રહે. ટંકારા સંધીવાસ તા.ટંકારા, જગદીશભાઇ નાનજીભાઇ વાઘેલા (ઉ.વ. ૨૫) રહે. પીઠળ તા.જોડીયા જી.જામનગર, દેવજીભાઇ રમેશભાઇ ખાંભડીયા ઉ.વ. ૨૫ રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર-૦૨, અજયભાઇ વિરજીભાઇ વાઘેલા (ઉ.વ. ૨૩) રહે. ટંકારા કોઠારીયા રોડ નદીના સામાકાંઠે તા.ટંકારાવાળાને રોકડ રૂ.૮૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.