બિસ્માર હાલતમાં રહેલા નવલખી રોડનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે AAP દ્વારા આવેદન આપવામાં આવ્યું
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને ઘણી વાર લોકોને ગંભીર ઈજાઓથી માંડીને જીવ પણ ગુમાવવો પડતો હોય છે. આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા માટે માંગણી કરી હતી અને જો સમયસર આનું નિરાકરણ ન આવે તો બધા ગ્રામજનોને સાથે રાખી ને ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવશે એવી માંગણી કરી હતી.