હળવદના ઇશનપુર ગામે કારમાંથી 1.44 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના ઇશનપુર ગામેથી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂનો કુલ કિ.રૂ ૧,૪૪,૬૮૦/- નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટાફને ખાનગીમા મળેલ બાતમીના આધારે જુના ઇશનપુર ગામે રેઇડ કરતા એક મારૂતી સુઝુકી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂનો કુલ કિ.રૂ કિ.રૂ ૧,૪૪,૬૮૦ /-નો મુદામાલ પકડી આરોપી અંકીત નરેન્દ્રભાઈ રામાવત હાલ રહે. હળવદ વાસુદેવનગર સોસાયટી મુળ રહે ગામ જુના ઈશનપુર તા હળવદવાળા વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.