ટંકારાના મીતાણ ગામે એક શખ્સે છરી બતાવી આધેડને આપી જાનથી મારી નાંખવાની ધમકી
ટંકારા તાલુકાના પ્રભુનગર મીતાણા ગામે ઓવરબ્રિજની સર્વીસ રોડ ઉપર બાલાજી ઓટોગેરેજ દુકાન પાસે આધેડ હાજર હોય ત્યારે આરોપી ગાડીમાં આવી આધેડને ગાળો આપી છરી કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા હિતેષભાઇ તળશીભાઈ ઢેઢી (ઉ.વ.૪૯) એ આરોપી સાગરભાઈ લાખાભાઇ બસીયા રહે. મિતાણા ગામવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેની બાલાજી ઓટોગેરેજએ હાજર હતા ત્યારે આરોપી તેમની ફોરવ્હીલ ગાડીમાં આવી ફરીયાદીને ગાળો આપી આરોપીએ પોતાના પેન્ટના નેફામાથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.