મોરબીના વીસીપરામાંથી ૦૧ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેર વીસીપરા વિસ્તારમાં રોડ પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી પોલીસને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, આરીફ આલમશા સૈયદ રહે. વીસીપરા વાળો પોતાનુ એકસેસ મોટર સાયકલ રજીસ્ટર નં. GJ-36-AK-8212 વાળાની ડેકીમાં માદક પદાર્થ ગાંજો રાખી ગાંજાનુ વેચાણ કરવા માટે બિલાલી મસ્જીદ તરફથી નીકળી વીસીપરા ફાટકથી નીકળનાર છે. તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીની વોચમાં રહેતા બાતમીવાળો ઇસમ એકસેસ મોટરસાયકલ લઇ નિકળતા તેને રોકી તેની ઝડતી તપાસ કરતા આરોપી પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૧ કિલો ૩૮૭ ગ્રામ જેની કિ.રૂ.૧૩,૮૭૦/- તથા એકસેસ મો.સા.નું- GJ-36-AK-8212 જેની કિ.રૂ. ૪૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૨ કિ.રૂ.૫૫૦૦/- મળી કુલ કિંમત રૂપીયા-૬૪,૩૭૦ નાં મુદામાલ સાથે આરોપી આરીફ આલમશા સૈયદ/બુખારી ઉ.વ.૩૨, ધંધો-ડ્રાઇવિંગ, રહે. વીસીપરા, સિસ્ટરના બંગલા પાસે, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ અનવર ઉફ્ફે મનોજ ગુલામહુશેન સુમરા રહે.વીસીપરા મોરબીવાળાનુ નામ ખુલતા બંને શખ્સો વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦ (બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.