મોરબી ન્યુ રેલ્વે કોલોની પાસેથી જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયા
મોરબી ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે હનુમાન મંદિરની સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઈસમોને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે હનુમાન મંદિરની સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઈસમો કિશનભાઇ રામજીભાઇ ગરીયા (ઉ.વ.૨૨) રહે. ન્યુ રેલ્વે કોલોની ધક્કા વાળા મેલડી માતાના મંદીર પાસે મોરબી, છયાબેન દીલીપભાઇ મોહનભાઇ કુઢીયા (ઉ.વ.૩૦) રહે-મોરબી રેલ્વે કોલોની, લાભુબેન રમેશભાઇ ઇંદરીયા (ઉ.વ.૫૫) રહે-નવી રેલ્વે કોલોની મોરબી, શેરબાનુ રફીકભાઇ કાશમભાઇ પઠાણ (ઉ.વ.૪૬) રહે-નવી રેલ્વે કોલોની મોરબી, જસ્મિનબેન મોમીનખાન અબ્દુલખાન પઠાણ (ઉ.વ.૩૪) રહે-સેન્ટ મેરી સ્કુલ પાસે કંડલા બાયપાસ મોરબી, હિનાબેન ભરતભાઇ પરબતભાઇ સિધવ (ઉ.વ.૩૫) રહે-સેન્ટ મેરી સ્કુલ પાસે કંડલા બાયપાસ રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૫૭૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.