Friday, August 29, 2025

ટંકારા પાસેની લુંટના ગુન્હામાં ગયેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂ.૬.૫૦ લાખ અરજદારને પરત સોંપતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

!! તેરા તુજકો અર્પણ કાર્યક્રમ !! અંતર્ગત ટંકારા ખજુરા હોટલ પાસેની લુંટના ગુન્હામા ગયેલ મુદામાલ પૈકી રોકડ રૂ-૬, ૫૦,૦૦૦/- ટંકારા પોલીસ દ્વારા ફરીયાદીને પરત આપવામાં આવેલ છે.

ગઇ તા.૨૧ મેં ના રોજ ફરીયાદી નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ વાળાની ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા ૯૦,૦૦,૦૦૦ XUV-300 ગાડીમા લઇને રાજકોટ થી મોરબી આવતા હોય જેને આરોપીઓએ પીછો કરી ફરીયાદી પર હુમલો કરી ખજુરા રિસોર્ટના પાર્કિંગ માથી રોકડા રૂ.૯૦,૦૦,૦૦૦ ની લુટ કરી ભાગી ગયેલ હોય ફરીયાદીએ અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૧૦(૨),૩૨૪(૪) વિગેરે મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ હતો.

જે ગુન્હાને અંજામ આપનાર ટંકારાના તથા ભાવનગર જીલ્લાના તથા સુરત શહેરના કુલ નવ આરોપીઓ પૈકી ટંકારા પોલિસ દ્વારા સાત આરોપીઓને ઉડાણ પુર્વક તપાસ કરી પુરાવા એકત્રીત કરી મુદામાલ રકમ પૈકી અગાઉ રૂ-૭૨,૫૦,૦૦૦/- રીકવર કરવામાં આવેલ જે ફરીયાદીને !! તેરા તુજકો અર્પણ કાર્યક્રમ !! અંતર્ગત પરત સોપવામાં આવેલ હતા.

આ ઉપરાંત ઉપરોકત ગુનામા લુંટ ધાડ કરી નાશી-ભાગી જનાર આરોપીઓ પાસેથી રીકવર કરવામા આવેલ બાકીની રકમ રૂપીયા ૬,૫૦,૦૦૦ રીકવર કરવામાં આવેલ હતી જે રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોપવામા આવેલ છે તે મુજબ સુપ્રત કરીને કુલ રૂ-૭૯,૦૦, ૦૦૦/- મુદામાલના રૂપીયા રોકડા ફરીયાદીને પરત કરવાનો હુકમ કરવામા આવતા ફરીયાદીને !! તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રોકડ રકમ ટંકારા પોલીસ દ્વારા પરત સોંપવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર