Friday, August 29, 2025

ચકચારી જમીન કૌભાંડમાં RDC બેંકના કર્મચારીઓની સંડોવણી થી જીલ્લા ભરના RDC બેંકના ખાતા ધારક ખેડૂતોમાં ફફડાટ!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હવે બેંક લૂંટવા બંદૂક,બુકાની કે અંધારા ની જરૂર નથી: ધોળા દિવસે લૂંટી શકો છો મોરબી RDC બેંક નો ચકચારી કિસ્સો!

તાજેતરમાં મોરબીની નામદાર કોર્ટ દ્વારા કનૈયાલાલ દેત્રોજા, ઉપેન્દ્ર ભગવાનજી કાસુન્દ્રા વગેરે સાથે RDC બેંક ના મેનેજર ડી.આર. વડાવીયા અને સંડોવાયેલ અન્ય બેંક કર્મચારી વિરુદ્ધ ફરિયાદના આદેશ થતા મોરબી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.

જેમાં જેતે સમયે ખેડૂતની ફરિયાદ અરજી પોલીસ દફતરે કરી દે અને ફરિયાદ ન નોંધાઈ એ માટે RDC ના બેંક મેનેજરે પોલીસ ને સહી(સિગ્નેચર) માં ૯૯% સામ્યતા છે અને CCTV ડિલીટ થઈ ગયા ની ખોટી માહિતી આપી હતી જેથી પોલીસ દ્વારા ફરિયાદ અરજી દફતરે કરી દીધી હતી.

બાદ માં ખેડૂત દ્વારા એડવોકેટ સિરાજ અબરાની મારફતે કોર્ટમાં ૧૫૬(૩) મુજબ ફરિયાદ અરજી કરતા બનાવના ત્રણ વર્ષ બાદ RDC બેંક દ્વારા CCTV ફૂટેજ સાથે બેંકના કર્મચારી જય દેત્રોજા ની સંડોવણી હોવાનો લેટર આપ્યો હતો.

માણસ પોતાના પૈસા ઘરેણાની ચોરી ના થાય તે માટે સૌથી સુરક્ષિત જગ્યા બેંકમાં મૂકતો હોય જ્યાં તેની માહિતી ખાનગી રહેતી હોય છે. ચૂંટણી બુથ પછી કોઈ સેન્સીટીવ જગ્યા હોઈ તો તે બેંક છે પરતુ જો તમે મોરબી RDC બેંક ના ખાતેદાર છો તો તમારી આ સલામતી પણ સુરક્ષિત નથી?

સૌરાષ્ટ્ર મા મોટેભાગે ખેડૂતવર્ગ RDC બેંક સાથે જોડાયેલ હોય છે જેમાં તે પોતાની ખેતીની આવક જમા ઉધાર કરતા હોય છે ખેડૂત પાસે મોટી રકમ ત્યારે જ આવે જ્યારે તે જમીન લેતી દેતી કરતો હોય છે.

મોરબી મધ્યે આવેલી માર્કેટિંગ યાર્ડ RDC બેંકમાં ખાતાધારકે બેંક સામે જ બેંક મેન્યુઅલ અને ગોપનીયતા નો ભંગ કરી RBI ની ગાઇડલાઇન ના લીરે લીરા ઉડાડ્યા છે જે માટે ખાતાધારકે બેંક મેન્યુઅલ અને ગોપનીયતા ભંગ માટે સિદ્ધાંતિક પુરાવા સાથે ધારદાર અરજી કરી બેંક નો ખુલાસો માંગ્યો છે,બેંક ની કર્મચારીની મીલીભગત વિના આ કાંડ શક્ય નથી જો બનાવ ની ગંભીરતા જોઈ યોગ્ય કાર્યવાહી ન થાય તો RDC બેંક ને RBI સુધી ઢસડી જવા ની તૈયારી બતાવી છે.

સમગ્ર કાંડ ની વિગત એવી છે કે RDC બેંક મોરબીના ખાતા ધારકે તા ૧૪/૧૦/૨૨(શુક્રવાર) ના ચેકબુક માટે અરજી આપી શનિ અને રવિવારે બેંક મા રજા હોઈ જેથી કોઈ ત્રાહિત ઇસમ દ્વારા એજ ખાતાધારક ની ચેકબુક માટે તા ૧૭/૧૦/૨૨ના રોજ અરજી આપી જેની ખાતાધારક ને જાણ પણ નથી બેંકના કર્મચારી દ્વારા આ અરજી સ્વીકારી પણ લીધી ખાતાધારક ને તેને આપેલ તારીખ ૧૪ ની ચેકબુક ઘરે ન પહોંચતા ૨/૧૧/૨૨ ના રોજ બેંક જઈ ચેકબુક ની માંગણી કરી હતી. પહેલા તો એક બેંક કર્મચારી દ્વારા ચેકબુક લઈ ગયા નું રટણ કર્યું પછી ઊગ્ર રજુવાત કરતા પોતાની પાસે અલગ થી રાખેલ ચેકબુક આપી હતી.

આ બાબતે ખાતાધારક ચેકબુક રીસીવ રજિસ્ટર મા સહી કરવા જતા જોયું કે કોઈ ત્રાહિત ઇસમ અગાઉથી થી પહેલા તેની સહી બાદ માં ચેકો મારી કોઈ ત્રાહિત ઇસમ નું નામ લખી તારીખ ૧૮/૧૦/૨૨ના રોજ ચેક બુક લઈ ગયો જેને બેન્ક દ્વારા આપી પણ દેવામાં આવી.

મામલો શંકાસ્પદ લગતા ખેડૂત ખાતાધારકે બેંક સ્ટેટમેન્ટ કાઢતા તેના ખાતામાં તેની જાણ બહાર કરોડો નું ટ્રાજેક્શન થઈ ગયું માલૂમ થયું, જેથી ખાતાધારકે હોબાળો કર્યો અને CCTV ચેક માટે બેંકકર્મચારી ને કીધું RTI અરજી માટે પણ કીધું, પરંતુ બેંક કર્મચારી જાણે ચોર કી દાઢી મેં ટીનકા જેવો વ્યવહાર કર્યો અને બેંક ના કસ્ટમર ને મદદ કરવાના બદલે ફાલતુ સમય કાઢ્યો જેથી CCTV ફૂટેજ નાશ થઈ જાય, જો CCTV ચેક થાય તો મુખ્ય માસ્ટરમાઇન્ડ ના ચહેરો ખુલી જાત અને સમગ્ર કાંડ બહાર આવે તેમ હતું પરંતુ ઘટના ના ત્રણ વર્ષ બાદ RDC બેંકે તેના કર્મચારીની સંડોવણી અને CCTV ફૂટેજ રજૂ કરવા પડ્યા જેમાં બેંક કર્મી જય દેત્રોજા ની સંડોવણી હોવાનું ખુદ RDC બેંકે કબૂલ્યું છે.

લાંબા સમય બાદ એટલે કે CCTV નાશ થઈ જાય પછી બેંક મેનેજરે પોલીસ અરજી થતા દાખલો લખી આપ્યો કે ખાતા ધારકને મળેલ ચેકબુક માં જૂની તારીખ માં સહી લીધી તથા ચેકબુક મળે તે પહેલાં જ ટ્રાન્જેકશન થઈ ગયા છે.

સામાન્ય કેસમાં બેંક ૧૦ લાખ થી વધુની રકમમાં ખાતાધારક ને ફોન કરી જાણ કરતા હોય છે જયારે આ કેસ મા કાંઈ જાણ કરાઈ ન હતી તથા ટ્રાન્જેક્શન ના સમય ગાળો પણ ૨ મિનિટ જેટલો છે RDC બેંક ની કામગીરી જાણે વાળ જ ચીભડા ગળતી હોય તેવી છે.

આમ RDC બેંક મોરબી એ તમામ એકાઉન્ટ ધારકો ની વિશ્વસનિયતા પર ઘા કર્યા છે તથા આ ટ્રાન્જેકશન જેની પેઢી માં થયું તેના ઉપર મોરબી કોર્ટમાં અનેક છેતરપીંડી અને ચેક બાઉન્સ (કલમ ૧૩૮) ના કેસ ચાલે છે, તથા આ કાંડ ના તાર ૨૦૧૮ મા થયેલ ગુજરાત જમીન વિકાસ બોર્ડ ના હજારો કરોડ ના કૌભાંડ સાથે જોડાયેલ છે.

     વધુ આવતા અંકે (ક્રમશ)..

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર