Friday, August 29, 2025

મોરબી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા નર્મદા કેનાલના બાકી કામ તાકીદે પૂર્ણ કરવા તથા રોડ-રસ્તા સહિતા કામોમાં ગુણવત્તા જાળવવા બાબતે કડક સુચના આપવામાં આવી હતી. કલેક્ટરએ નબળા કામ બાબતે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા તથા જરૂર પડ્યે કાયદાકીય કાર્યવાહી સહિતના કડકમાં કડક પગલા લેવા વહિવટી તંત્રના અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં તેમણે ગામડાઓની મુલાકાત દરમિયાન જન કલ્યાણકારી યોજનાઓના લાભ અને જરૂરી સુવિધાઓ ગામડાના લોકો સુધી પહોંચે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા ખાસ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, નિવાસી અધિક કલેક્ટરી મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર