મોરબી શહેરમાં વી.સી.પરા મેઈન રોડ પર ડ્રેનેજ તથા સી.સી.રોડનું કામ મંજુર
મોરબી શહેરમાં વી.સી.પરા મેઈન રોડ પર સી.સી.રોડ તથા નવી ડ્રેનેજ લાઈન નાખવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત મોકલવામાં આવેલ જે અન્વયે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપેલ છે જેથી આ રોડનો DPR તૈયાર મોરબી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
જેમાં અંદાજીત ૧૨ મીટર પોહોળો સી.સી. રોડ તેમજ વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાવવાના પ્રશ્નના નિરાકરણ કરવા સદર રોડમાં નવી ૬૦૦ મી.મી. વ્યાસ ધરાવતી ભૂગર્ભગટરની લાઈન નાખવામાં આવશે અને ટૂંક સમયમાં સદર કામનું ઓનલાઈન ટેન્ડર કરવામાં આવશે અને કામ શરુ કરવામાં આવશે જેથી વીસીપરા વિસ્તારના રહીશોને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.