લાલપર રીયલ પ્લાઝા પાસે ગટર ખુલ્લી મુકી દેતા રસ્તા થયા બંધ; વાહનચાલકો હેરાન
મોરબીના લાલપર રીયલ પ્લાઝા પાસે તંત્ર દ્વારા ગટર સાફ કરવા માટે ગટર ખુલ્લી કરીને સાફ કરવામાં આવી હતી જેથી ગટર ખુલ્લી કરી દેવાતા બે રસ્તા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે તેથી આ સમસ્યાનું નિવારણ લાવવા લોક માંગ ઉઠી છે.
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ લાલપર પ્લાઝા પાસે ગટરના પાણી ભરાતા હોય જેથી રીયલ પ્લાઝા પાસે ગટર ઉપરથી આરસીસી તોડી ગટર ખુલ્લી કરીને સાફ કરવામાં આવી હતી જે બાદ એક કામ સારૂં થયુ હતુ કે પાણી ભરાતું બંધ થયુ હતુ પરંતુ તંત્ર દ્વારા એક કામ સારૂ કરીને બીજી બે મુશ્કેલી વાહનચાલકો માટે ઉભી કરી હતી તંત્ર દ્વારા ગટર ખુલ્લી જ મુકી દીધી હતી જેના કારણે બે રસ્તા બંધ થઈ ગયા છે જેથી રીયલ પ્લાઝામા જવા માટે વાહનચાલકોને ફરી ફરીને જવુ પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે છેલ્લા ૩૦ દિવસથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વાહનચાલકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે તંત્ર દ્વારા જલદી થી ખુલ્લી ગટર બંધ કરવામાં આવે અને બાજુમાંથી નીકળતા રસ્તા ખુલ્લા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.