Saturday, September 6, 2025

અંતે પોલીસે ફરિયાદ નોંધી: મોરબીમાં રૂપિયાની ઉઘરાણી માટે યુવકને ઉઠાવી માર મારનાર પાંચ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં રહેતા યુવકે આરોપી પાસે રૂપિયા ૨૫૦૦૦ ની માંગણી કરતા તેણે એક બાઈક અડાણે મુકવા આપેલ તે વખતે આરોપીએ યુવકને એક મહિના પછી રૂપિયા ૫૦ હજાર તથા બાઈક આપવા કહેલ અને જો નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારબાદ યુવકને વાવડી રોડ ભુમી ટાવર પાસે લઈ જઈ આરોપીઓએ ગાળો આપી માર મારી યુવક પાસેથી બે મોબાઇલ પડાવી લીધા હતા.

ત્યારબાદ યુવકે ન્યાય માટે પોલીસના દ્વારા ખખડાવ્યા હતા પરંતુ પોલીસ પાસે ફરીયાદ નોંધવા માટે ટાઈમ ન હતો.ત્યાર બાદ શ્રી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા યુવકને સાથે રાખી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને આકરા પ્રહારો કર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ બાદ અંતે પોલીસે યુવક પર દમનન ગુજારનાર પાંચ શખ્સો વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી છે.

મળતી માહિતી મુજબ મોરબી બાયપાસ પાસે સત્કાર રેસીડેન્સી બ્લોક નં -૨૦૪ માં રહેતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલીયા (ઉ.વ‌.૨૦) એ આરોપી શક્તિભાઇ મહેશભાઇ ગજીયા જાતે-બોરીચા રહે.સામાકાઠે, રામકૃષ્ણ નગર મોરબી, મહેશભાઇ ઉર્ફે લાલાભાઇ આયદાનભાઇ સવસેટા, કાનભા ગઢવી રહે હજનાળી ગામ તા.માળીયા, યુવરાજ ગઢવી, જગદીશભાઇ સાધાભાઇ સવસેટા તથા તપાસમા નીકળે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી શક્તિભાઈ પાસે રૂપિયા ૨૫,૦૦૦/- ની માંગણી કરતા તેણે એક મોટરસાયકલ અડાણે મુકવા આપેલ તે વખતે આરોપી શક્તિએ ફરીયાદીને એક મહિના પછી રૂપિયા ૫૦,૦૦૦/- તથા મોટરસાયકલ પરત આપવાનુ કહેલ અને જો નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને ગેરકાયદેસર અટકાયતમા રાખી વાવડી રોડ ભુમિટાવર પાસે લઇ જઇ આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી આરોપીઓએ ફરીયાદીનો એપલ કંપનીનો 13pro મોબાઇલ તથા રીયલમી કંપનીનો C-35 વાળો મોબાઇલ બળજબરી પુર્વક પડાવી લીધો હતો. જેથી આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ B.N.S. કલમ- ૩૦૮(૫), ૧૨૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર