મોદી સરકારના GST 2.0 ના નિર્ણયનો MCCI દ્વારા આવકાર્યો
મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ જગતની ચિંતાઓને સંવેદનશીલતાથી સાંભળવા અને GST 2.0 લાવવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉદ્યોગ જગત દવારા રજુ કરાયેલી અનેક દરખાસ્તો અને સૂચનોને સરકાર દ્વવારા સ્વીકારવામાં આવ્યા છે જે સરકારના સંવાદ પ્રત્યેના ખુલ્લા પણા અને ઉદ્યોગ સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની પ્રતિબંધતા દર્શાવે છે. તેમજ GST 2.0 માત્ર એક તકનીકી સુધારો નથી પરંતુ એક વ્યુહાત્મક આર્થિક નિર્ણય છે જે નિશ્ચિતતાપૂરી પાડે છે અવરોધો ઘટાડે છે પ્રવાહીતતા વધારે છે અને ઉધોગો તથા ગ્રાહકો બંનેને સશકત બનાવે છે.
આપણે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહયા છીએ, ત્યારે આવા સુધારા આવશ્યક છે. અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ આ સુધારાઓનો લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા જિલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યવસાયકારોને વિનંતી કરવામાં આવી છે.