હળવદનો બ્રાહ્મણી-1 ડેમ 100% ભરાયો; 15 ગામોને એલર્ટ
હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી-1) ડેમ લેવલ મુજબ 100% : ભરાઈ ગયેલ છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી વેસ્ટ વિયર દ્વારા નદીમાં વહેવડાવવાની જરૂરીયાત ઉભી થયેલ છે તો યોજનાના નીચવાસમાં આવતાં 15 ગામોને એલર્ટ કરાયા છે.
જેમાં ગોલાસણ, પાંડાતીરથ, મેરૂપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મથુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, મિંયાણી, અજીતગઢ સહિતના ગામના લોકોને તકેદારીના પગલા લેવા નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ મિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.