હળવદમાં નજીવી બાબતે યુવક પર છરી વડે હુમલો
હળવદમાં રહેતા યુવકને એક શખ્સે સાથે ઝઘડો થયેલ હોય તેના સમાધાન માટે સાથીઓ સાથે હળવદમાં બાપા સીતારામ મઢુલી સામે આવેલ કોમ્પલેક્ષ પાસે જતા સમાધાનની વાતચીત દરમ્યાન આરોપીએ યુવકને છરી વડે ઇજા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ ભવાનીનગર લાંબી દેરી રામાપીર ચોક પાસે રહેતા અરવિંદભાઈ રામજીભાઈ સુરાણી (ઉ.વ.૧૯) એ આરોપી સાહિદ ઉર્ફે સાહિલ અનવરભાઈ મકરાણી રહે. ભવાનીનગર ઢોરો હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાથે ઝગડો થયેલ હોય તેના સમાધાન માટે સાથીઓ સાથે બાપા સીતારામ મઢુલી સામે આવેલ કોમ્પ્લેક્ષ પાસે જતા સમાધાનની વાત-ચીત દરમ્યાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાંખવાના ઇરાદાથી છરી થી હુમલો કરી છરીનો એક ઘા ફરીયાદી ગળાના ભાગે મારી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.