ટંકારાના હડમતીયા પાલનપીર નજીક યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર નજીક માખણનાં કારખના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી યુવકને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા (ઉ.વ.૨૮) એ આરોપી બાઈક પર સવાર બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદિના ચાલુ મોટરસાયકલ એ અચાનક પાછળથી ડબલ્લ સવારી આવી મોટરસાયકલમાં પાછળ બેસેલ આરોપીએ ફરીયાદીને જમણી સાઇડના પડખામાં તીક્ષ્ણ હથીયારથી વાર કરી ફરીયાદીને ગંભીર ઇજા પહોચાડી મોટરસાયકલ લઈને નાસી ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.