મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -૦૩ ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠાના કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી તાત્કાલિક જાહેર કરવા બાબતે કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજકોટિયા દ્વારા સાંસદ સભ્ય પરસોતમભાઈ રૂપાલા, કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં હતું કે, ટંકારા તાલુકામાં...
મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં મકનસર પાંજરાપોળ અંદર લાગેલ ટાવર તથા અલગ અલગ જગ્યાએ લાગેલ ઇન્ડુઝ કંપનીના ટાવરોમાથી ૫૭ હજારના બેટરી સેલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી...
હળવદ તાલુકાના માથક ગામે પરણિતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ મોતને વ્હાલું કર્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેર (ઉ.વ.૪૧) એ આરોપી અરજણભાઇ દેવુભા...