Thursday, September 11, 2025

મોરબી પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ વિવિધ નવરાત્રીના આયોજકોની હાજરીમાં મિટિંગ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આખા ગુજરાતમાં ગરબા સંચાલકો માટે નિયમો અધરા બન્યા: પણ મોટા ભાગના ગરબા સંચાલકો રાજકીય ઓથ વાળા હોઈ જેથી અધિકારીઓને દબાવવા પ્રયાસ થતા હોઈ છે.

મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મોરબી મહાનગરપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા વિવિધ નવરાત્રીના આયોજકોની હાજરીમાં મોરબી શહેરમાં આગામી નવરાત્રી -૨૦૨૫ ના આયોજન અને હંગામી પર્ફોમન્સ લાઇસન્સ તેમજ જાહેર સલામતી અંગેની મિટિંગ રાખવામાં આવી હતી.

જેમાં માણસોની ક્ષમતા પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ રાખવા, જરૂરિયાત મુજબની પાર્કિંગ માટેની જગ્યા ફાળવવી, નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો રાખવા તથા FIRE NOC મેળવવા વઘુમાં કોઈ પણ ઇમરજન્સી માટે મેડિકલ કીટ અથવા મેડિકલ ટીમ રાખવા જેવા વિવિધ મુદ્દાઓની સૂચનાઓ આપવામાં હતી.

હંગામી ફાયર સેફટી સર્ટિફીકટ મેળવવા માટે gujfiresafetycop.in વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે બાબતે દેવેન્દ્રસિંહ જાડેજા,ચીફ ફાયર ઓફીસર દ્રારા ફાયર સેફટી સર્ટિફીકેટ મેળવવા તેમજ ફાયર સેફટી માટે આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા. આયોજક દ્રારા જરૂરી કાગળો જમા કરાવ્યા બાદ તેમજ લાગુ પડતાં વિભાગો પાસેથી સ્પષ્ટ અભિપ્રાય આવ્યા બાદ જ હંગામી મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ આપવામાં આવશે. જે આયોજકોની અરજી કરવાની બાકી હોય તેઓએ વહેલામાં વહેલી તકે જરૂરી કાગળો સાથે મોરબી પ્રાંત કચેરીમાં અરજી કરવામાં જણાવવામાં આવ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર