Friday, September 12, 2025

હળવદના રણછોડગઢ ગામ પાસે સાથે બાઈક ચલાવવા બાબતે માથાકુટ થતા યુવકને ધોકા વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદતાલુકાના રાયધ્રા ગામે રહેતો યુવક તેમનું મોટરસાયકલ લઈને રણછોડગઢ ગામના પાટીયાથી આગળ જતા હતા ત્યારે એક બાઇકમાં બે ઈસમો નીકળેલ જેમની સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થતા રોડ પર અન્ય માણસો ભેગા થતા યુવક ભાગીને આરોપીની વાડીમાં જતા શા માટે વાડીમાં આવ્યો કહીને યુવકને ધોકા વડે માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા પ્રવિણભાઇ નવઘણભાઈ નંદેસરીયા (ઉ.વ.૨૫) એ આરોપી બેચરભાઈ કાજુભાઈ ઉર્ફે સાદુરભાઈ ડઢૈયા રહે. રાણછોડગઢવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમનુ મોટર સાઇકલ લઇ રણછોડ ગામના પાટીયાથી આગળ જતા હતા ત્યારે એક મોટર સાઇકલમા બે ઇસમો નીકળેલ જેમની સાથે મોટર સાઇકલ ચલાવવા બાબતે બોલાચાલી થતા ત્યા રોડ ઉપર જતા બીજા માણસો ભેગા થઇ જતા આ કામના ફરી ભાગીને ત્યા બાજુમા આવેલ આરોપીની વાડીમા જતા આ કામના આરોપીએ ફરીને શા માટે વાડીમા આવેલ છે તેમ કહી ગાળો આપી તેના હાથમા રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર