મોરબી: યુવતીને લગ્નની લાલચ આપી એક શખ્સે 8.50 લાખ રૂપિયા પડાવ્યા
હાલ હૈદરાબાદની વતની અને ૨૦૨૪ ફેબ્રુઆરીમા મોરબીમા રહેતી યુવતીને મુબંઈ રહેતા એક શખ્સે લગ્નની લાલચ આપી યુવતી પાસેથી રૂપિયા ૮,૫૦,૦૦૦ પડાવી લગ્ન નહીં કરી છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી ૨૦૨૪ મા મોરબીના રવાપર રોડ પર વિવેકાનંદનગર-૦૧ માં પોતાની માતાના ઘેર રહેતા અને હાલ હૈદરાબાદ રહેતી યુવતીએ આરોપી નિમેશભાઈ બાબુભાઈ ચોટલીયા રહે. બી/૨૦૬ પારેખ એપાર્ટમેન્ટ સરોજિની રોડ વીલે પારલે વેસ્ટ મુંબઈવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી અલગ – અલગ તારીખે આશરે ૮,૫૦,૦૦૦/- જેટલી રકમ બદદાનતથી મેળવી પોતાના તથા પોતાના મીત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આરોપીએ ફરીયાદી સાથે લગ્ન નહી કરી પોતાનો મોબાઇલ નંબર બંધ કરી છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.