મોરબીના જુના ઘુંટુ રોડ પર આઇકોન સિરામિકમા પત્ની હત્યાના નિપજવનાર આરોપી પતિની ધરપકડ
મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા લેબર ક્વાર્ટરમાં પત્નીની હત્યા નિપજાવનાર ખુનના ગુન્હાના આરોપીને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જૂના ઘુંટુ રોડ આઇકોન સીરામીક કારખાનાના લેબર કવાટરમા રહેતા બીંદાબેન કાનાભાઇ ઉર્ફે પ્યારસિંગ કકરીયાભાઈ બારેલા ઉ.વ.૩૩વાળાને તેના પતિએ ચારીત્ર બાબતે ખોટી શંકા કુંશકા કરી હથીયાર વડે માથામાં તથા મોઢા પર ઘા કરી મોત નીપજાવી હત્યા અંગેનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હતો.
જેથી આરોપીને ઝડપી પાડવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સર્વેલેન્કસ ટીમ દ્વારા ટેકનીકલ વર્ક તથા હ્યુમનસોર્સથી ખુનના ગુન્હામા સંડોવાયેલ આરોપી કાનાભાઇ ઉર્ફે પ્યારસિંગ કકરીયાભાઇ બારેલા (ઉ.વ.૩૫) રહે, મોરબી ઘુટુ રોડ આઇકોન સીરામીક કારખાનાના લેબર કવાટર મુળ રહે, સખતપુર તા.જી.ગુના રાજય મધ્યપ્રદેશવાળાને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે