મોરબીમાં બિલ્ડીંગોમા વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ મેળવી લેવા મહાનગરપાલિકાએ નોટીસ દ્વારા જાણ કરી
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના જે બિલ્ડીંગો શિડ્યુલ-૦૩ મા આવતી હોય તે બિલ્ડીંગના માલિક, સંચાલકોને વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ મેળવી લેવા મહાનગરપાલિકા દ્વારા નીટીસથી જાણ કરવામાં આવી છે.
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ- ૨૦૧૪ ના શિડયુલ-૦૩ મુજબના મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ બિલ્ડીંગો/એકમોના માલિક, કબ્જેદાર, ભોગવનાર, સંચાલકો, સંસ્થાના ટ્રસ્ટીઓને આથી આ નોટીસ આપી જાણ કરવામાં આવે છે કે, નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલ PL-118/2020 અનુસંધાને નામદાર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ અન્વયે સંબંધિત બિલ્ડીંગ કે જે શિડ્યુલ-૦૩ માં આવતી હોય તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ એક્ટ રૂલ્સ ૨૦૨૧ ના પ્રવર્તમાન કાનૂની જોગવાઈઓ મુજબ જરૂરી જગ્યા ઉપર પોર્ટેબલ ફાયર ફાઇટિંગના સાધનો / સંપૂર્ણ ફાયર પ્રિવેન્શન – પ્રોટેક્શન સિસ્ટમ પૈકી જોગવાઇ મુજબ જે જરૂર હોય તે લગાવી જે તે બિલ્ડીંગના માલિક, સંચાલકો કે જેઓએ પોતાની બિલ્ડીંગની ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવેલ નથી અથવા તેઓને આપવામાં આવેલ ફાયર સેફટી સર્ટીફિકેટની મુદત પૂર્ણ થઇ ગયેલ હોય હાલમાં વેલીડ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લેવા આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે.
શિડ્યુલ-૦૩ માં આવતી પ્રિમાઇસીસની વિગત નીચે મુજબ છે.
(a) ૧૫ મીટર અને તેથી વધુ ઊંચાઈ ધરાવતી બધી ઊંચી ઇમારતો; અને (b) ખાસ ઇમારતો, એટલે કે,
(1) હોટેલ, શૈક્ષણિક, સંસ્થાકીય, વ્યવસાય, વેપાર, સંગ્રહ, જોખમી અને મિશ્ર કબજાવાળી ઇમારતો, જ્યાં આ ઇમારતોમાંની કોઈ પણ એક અથવા વધુ માળ પર ૫૦૦ ચોરસ મીટરથી વધુ ફલોર એરિયા ધરાવે છે,
(2) ૯ મીટર અને તેથી વધુ ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક ઇમારતો,
(૩) ૯ મીટર અને તેથી વધુ ઊંચાઈ ધરાવતી સંસ્થાકીય ઇમારતો,
(4) બધી એસેમ્બલી ઇમારતો,
(5) બધી બહુમાળી કાર પાર્કિંગ,
(૬) ફેક્ટરી એક્ટ, ૧૯૪૮ હેઠળ આવરી લેવામાં ન આવતી બધી જોખમી ઇમારતો,
(7) કોઈપણ ફ્લોર પર ૩૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી આકસ્મિક એસેમ્બલી ઓક્યુપન્સી ધરાવતી ઇમારતો,
(8) બે ભોંયરાઓ અથવા પ૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી એક ભોંયરા ઘરાવતી ઇમારતો.
ઉપરોક્ત જણાવેલ વિગત મુજબની બિલ્ડીંગના માલિક, કબ્જેદાર, ભોગવનાર, સંચાલકો, સંસ્થાના ટ્રસ્ટીઓએ ફાયર પ્રિવેન્શન – પ્રોટેક્શન સિસ્ટમ / સાધનો ગુણવત્તા વાળા લગાવવાના રહેશે તેમજ ફાયર સેફ્ટીના સાધનો તેની ટેક્નીકલ જરૂરીયાત મુજબ જરૂરીયાતના સમયે ઉપયોગમાં આવી શકે તે રીતે કાર્યરત રાખવાના રહેશે અને આવશ્યકતાના સમયે આપના સંબંધિત સ્ટાફે શીખી તે મુજબની ટ્રેનીંગ કરવાની રહેશે. આ ઉપરાંત વધુમાં વધુ દર છ (૬) મહિને મોકડ્રીલ અને ઇન્સ્પેક્શનની કામગીરી કરાવવાની રહેશે,
ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટેgujfiresafetycop.in પર જે તે પ્રીમાઈસીસના માલિકો.
હોદ્દેદારો, કબજેદારોએ અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ સાથે સામેલ QR CODE સ્કેન કરીને આ વેબ સાઇટ પર જઈ શકાશે.
આ જાહેર નોટીસથી મોરબીમહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ બિલ્ડીંગના માલિક, કબ્જેદાર, ભોગવનાર, સંચાલકો, સંસ્થાના ટ્રસ્ટીઓને ફાયર સેફ્ટી સર્ટીફિકેટ દિન-૩૦ માં મેળવી લેવા જણાવવામાં આવે છે. આ નોટીસને ડીમ્ડ નોટીસ ગણી દિન-૩૦ સુધી ફાયર સેફ્ટી બાબતે જરૂરી અમલ કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લેવામાં નહિ આવે તો સંબંધિત બિલ્ડીંગના માલિક, કબ્જેદાર, ભોગવનાર, સંચાલકો, સંસ્થાના ટ્રસ્ટીો સામે કાનૂની જોગવાઇ મુજબ પેનલ્ટી તેમજ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જો ફાયર સેફ્ટીની જોગવાઇઓનો અમલ કરેલ નહીં હોય અને જે તે બિલ્ડીંગમાં આગ-અકસ્માતની ઘટના બનશે તે અંગેની કાનૂની જવાબદારી જે તે બિલ્ડીંગના માલિક, કબ્જેદાર, ભોગવનાર, સંચાલકો, સંસ્થાના ટ્રસ્ટીઓની રહેશે જેની ગંભીરતાપૂર્વક તાકીદ સાથે જણાવવામાં આવે છે.