Tuesday, September 16, 2025

મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને 1.55 લાખની અવસાન સહાય અર્પણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.

જે અન્વયે સ્વ. હિતેન્દ્રસિંહના વાલી વારસદારને તેમના પત્નિ ગં.સ્વ. શોભનાબા હિતેન્દ્રસિંહ ઝાલાના નામનો ચેક જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.

આ વેળાએ ટંકારા હોમગાર્ડઝ યુનિટ ઓફીસર કમાન્ડીંગ /ઇન્ચાર્જ અરૂણભાઇ પરમાર, જિલ્લા કચેરીના જુનીયર કલાર્ક કુલદીપભાઇ દાણીધારીયા, ઇન્ચાર્જ ઇન્ટ્રકટર રાજેન્દ્રસિંહ જાડેજા, ટંકારા યુનિટના વય નિવૃત હોમગાર્ડઝ સભ્ય અનિરૂધ્ધસિંહ ઝાલા, ઓફીસના કર્મચારીઓ તથા હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કમાન્ડટ હોમગાર્ડઝની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર