મોરબીના જેપુર ગામની સીમમાંથી કુલ કિં રૂ. 1.47 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૮૨ તથા બીયર ટીન નંગ -૩૩ મળી કુલ કિં રૂ. ૧,૪૨,૦૪૦ તથા એક મોબાઇલ ફોન કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી આરોપી રોહીતભાઈ મુન્નાભાઈ કોળી રહે. સેન્ટ મેરી સ્કૂલ પાસે લાયનગર મોરબી તથા તપાસમાં ખુલે તે વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.