મોરબીના રફાળેશ્વર નજીક વિદેશી દારૂની 06 બોટલ સાથે એક ઝડપાયો
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૬૬૦૦ નાં મુદામાલ સાથે આરોપી હાર્દિકભાઈ રમેશભાઈ ગુગડીયા (ઉ.વ.૨૦) રહે. રફાળેશ્વર ખોડિયારમાતા પાછળ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.