“મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી – માનવતાની સેવા દ્વારા પિતૃ તૃપ્તિ”
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા તારીખ 19th સપ્ટેમ્બરે આ અન્નદાન સેવા કાર્ય કરવામાં આવ્યું.
આજે લીલાપર રોડ શમશાન આગળની ઝૂંપડપટ્ટી તથા માર્ગમાં આવેલી અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોને અન્નદાન કરવામાં આવ્યું.
આ સેવા અંતર્ગત જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું. મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી સતત આવી માનવ સેવા કાર્યો દ્વારા સમાજમાં સેવા અને સંવેદનાનું બીજ વાવવાનું કાર્ય કરી રહી છે.