હળવદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય બજારોમાં રાત્રિ સફાઈ હાથ ધરાઈ
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ગત રાત્રીએ નગરપાલિકા દ્વારા હળવદ શહેરની મુખ્ય બજાર તેમજ અન્ય કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરી આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા.