મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
