Tuesday, September 23, 2025

મોરબીના લાલપર ગામે બે પક્ષો વચ્ચે છરી, ધોકા વડે મારમારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના લાલપર ગામે રાજલ પાન પાસે યુવક તથા સાથી ચાની લારીએ ચા પીવા ગયેલ હોય ત્યારે ચાની લારીવાળાએ સિક્કા પાછા આપેલ હોય જે બાબતે બબાલ થતા બંને પક્ષો વચ્ચે છરી, ધોકા વડે મારમારી થતા બંને પક્ષો દ્વારા સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રામદેવનગર સોસાયટીમાં રહેતા ગફારભાઈ દાઉદભાઈ ઠેબા (ઉ.વ.૪૬) એ આરોપી ભગવાનજીભાઈ કરશનભાઈ રબારી, દેવરાજ ભગાભાઈ રબારી, રામજીભાઈ ગોવિંદભાઈ રબારી, જગદિશભાઈ બચુભાઈ રબારી રહે. બધા લાલપરવાળા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા આફતાબભાઈ તથા ફરીયાદીના ભત્રીજા મોઈનભાઈ લાલપર ગામ રાજલ પાન પાસે ચાની લારીએ ચા પીવા માટે ગયેલ ત્યારે ચાની લારીવાળાએ પાછા રૂપીયા આપેલ જેમાં સિક્કા આપેલ હોય જે બાબતે સાથીને બોલાચાલી થયેલ જે અંગે સમાધાન થઈ ગયેલ જે વાતનો ખાર રાખી આરોપીઓ લાકડીઓ લઈ ફરીયાદીના ઘર પાસે ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી છુટ્ટા પથ્થર ના ઘા મારી તથા લાકડી વડે મારમારી તથા ફરીયાદીની ભત્રીજી ફીરજાબેનને માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

જ્યારે સામા પક્ષે લાલપર ગામે ધાર વિસ્તારમાં રહેતા જગદીશભાઇ બચુભાઈ રબારી (ઉ.વ.૪૧) એ આરોપી ગફારભાઈ દાઉદભાઈ, આફતાબભાઈ ગફારભાઈ, માસુમભઈ ગફારભાઈ, ફીરજાબેન આમીનભાઈ, મોઈનભાઈ આમીરભાઈ, માવર ગુલાભાઈ રહે. બધા લાલપરવાળા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભત્રીજા રામજીભાઈ ગોવિંદભાઈની લાલપર ગામ રાજલ પાન પાસે ચાની લારીએ આરોપી આફતાબભાઈ અને મોઇનભાઈ ચા પીવા ગયેલ ત્યારે પાછા રૂપીયા આપેલ જેમાં સિક્કા આપેલ હોય જે બાબતે ફરિયાદીના ભત્રીજા રામજીભાઈ સાથે બોલાચાલી કરી જતા રહેલ હોય અને ફરિયાદી આરોપી ગફારભાઈના ઘર આગળ સમાધાન કરવા ગયેલ અને સમાધાનની વાતચીત ચાલુ હતી ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને બેઝબોલના ધોકા વડે મારમારી છરી વડે ઇજા પહોંચાડી હતી તેમજ સાથી ભગવાનજીભાઈ તથા રામજીભાઈ તથા જયદીપભાઈ તથા સતીષભાઈને આરોપીઓએ ઢીકાપાટુનો તેમજ છુટ્ટા પથ્થરના ઘા ઝીંકી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

બંને પક્ષો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર