મોરબીમાં છઠ્ઠા માળેથી નીચે પટકાતાં યુવતીનું મોત
મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ શક્તિ ટાઉન શીપ -૦૨ નંદવન હાઇટ્સ ફ્લેટ નંબર -૬૦૨ માં છઠ્ઠા માળેથી કોઈ કારણસર નીચે પડી જતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ શ્રીજી સોસાયટી શ્રીજી પેલેસ બ્લોક નં -૬૦૧ માં રહેતા ચાર્મીબેન ધર્મેશભાઈ કાલાવડીયા (ઉ.વ.૨૨) નામની યુવતી રવાપર ઘુનડા રોડ પર આવેલ શક્તિ ટાઉન શીપ -૦૨ નંદવન હાઇટ્સ ફ્લેટ નંબર -૬૦૨મા છઠ્ઠા માળેથી રૂમની ગેલેરીમાથી કોઈ કારણસર નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા મોરબી સિટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.