મોરબીમાં બેન્ક એકાઉન્ટ હેક કરી રૂ. 24.34 લાખની છેતરપીંડી કરનાર બે ઈસમો રાજ્સ્થાનથી ઝડપાયાં
મોરબી : વ્હોટસએપમા RTO CHALLAN.Apk નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી બેંક એકાઉન્ટમાથી રૂ.૨૪,૩૪, ૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી/વિશ્વાસધાત કરતા આરોપીઓને રાજસ્થાન રાજ્યના જયપુર ખાતેથી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૧૩ જુન ૨૦૨૫ના રોજ કાજલબેન સવજીભાઇ ગામીના વ્હોટસઅપ ઉપર RTO CHALLAN.Apk નામની એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી ઓટીપી મેળવી ફરીયાદીના બેંક એકાઉન્ટ હેક કરી ફરીયાદીના બેંક એકાઉન્ટમાથી અલગ-અલગ ટ્રાન્જેકશન કરી કુલ રૂ. રૂ.૨૪, ૩૪, ૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી કરી લીધેલ જે બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હોય.
આ ગુન્હાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી આરોપીઓ અંગે બાતમી મેળવી આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે હોય જેથી આરોપીને શોધી કાઢવા સારૂ તાત્કાલિક ટીમ જયપુર ખાતે જઈ આરોપી અજયસિંધ પ્રેમસિંઘ ચૌહાણ (ઉ.વ.૨૪) રહે. ગણેશનગર, ૨-સી રામનગર, સોડાલા વિસ્તાર, જયપુર રાજસ્થાન તથા તેજસિંઘ રઘુવીસિંધ ગૌડ (ઉ.વ.૨૪) રહે, ડી-૭, વેદ વિલ્લા કોલોની, સ્વેજ ફાર્મ, રામનગર સોડાલા વિસ્તાર, જયપુર, રાજસ્થાન વાળાઓને પકડી પાડી વધુ તપાસ તજવીજ ચાલુ છે.