“લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો”
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને ડો. અજાણાના માર્ગદર્શન હેઠળ ટીબીના પેશન્ટ ને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ. જેમાં રોટરી ક્લબ મોરબી પ્રમુખ અમિતભાઈ હળવદિયા અને તેની સમગ્ર ટીમ અને લાલપરના ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયાના સહયોગથી દરેક લાભાર્થીને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ડો. રાધિકાબેન વડાવિયા એ દરેક હાઈ રિસ્કનું સ્ક્રીનીંગ પૂર્ણ થાય તે માટે સમજાવેલ તેમજ કાર્યક્રમ સંચાલન પિયુષભાઈ જોષી એ કરેલ અને પ્રોગ્રામના અંતે દિપકભાઈ વ્યાસે સર્વે મહાનુભાવો અને રોટરી ક્લબનો આભારે વ્યક્ત કરેલ.