ન્યુ હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં આજે રાત્રે આંગારા રાસની પ્રસ્તુતિ
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે આવેલી ન્યુ હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં રોજ રાત્રે અલગ અલગ પરંપરાગત રાસો રજૂ કરીને આ વિસ્તારની બહેનો, દીકરીઓ અને મહિલાઓ માતાજીની ભક્તિ કરી રહી છે.
ત્યારે આ ન્યુ હાઉસિંગ બોર્ડની ગરબીનો આંગારા રાસ એટલો પ્રચલિત હોય કે તેને જોવા દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોવાથી આજે રાત્રે ન્યુ હાઉસિંગ બોર્ડની ગરબીમાં પ્રખ્યાત આંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળાઓ આંગરા રાસ રજૂ કરીને માં જગદંબાની સ્તુતિ કરશે.તેથી આ આંગારા રાસ નિહાળવા દરેક ધર્મપ્રેમી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.