મોરબીના કાંતીનગરમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ કાંતીનગર ચામુંડા સ્ટોર પાસે યુવકના રહેણાંક મકાન નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી મોરબીના સામાકાંઠે આવેલ કાંતીનગર ચામુંડા સ્ટોર પાસે રહેતા અસ્લમભાઇ તાજમહમદભાઈ સંઘવાણી (ઉ.વ.૨૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬- એ.એસ- ૯૭૩૭ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.