હળવદના સુખપર ગામની સીમમાં વાડીમાંથી વિદેશી દારૂની 99 બોટલ સાથે બે ઝડપાયાં
હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આરોપી ભાવસંગભાઈ ગોહિલની વાડીએથી વિદેશી દારૂની 99 બોટલ તથા એક એકટીવા મળી કુલ કિં રૂ. 43900 નાં મુદામાલ સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આરોપી ભાવસંગભાઈ ગોહિલની વાડીએથી ઇંગ્લીશ દારૂ ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની કાચની કંપની શીલ પેક બોટલ નંગ ૯૫ જેની કિ.રૂ ૯૫૦૦/- તથા ૮ પી.એમ સ્પેશ્યલ રેર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩ જેની કિ.રૂ ૩૩૦૦/- તથા ગ્રીન લેબલ એક્ષપોર્ટ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલ નંગ ૧ જેની કિ.રૂ ૧૧૦૦/- રાખી એમ વિદેશી દારૂ કુલ કિ.રૂ ૧૩૯૦૦/- નો મુદામાલ તેમજ ઇંગ્લીશ દારૂ હેરાફેરી કરવા માટે લાવેલ એકટીવા મોટર સાયકલ જેની કિ.રૂ ૩૦, ૦૦૦/- મળી એમ કુલ કિ.રૂ ૪૩૯૦૦/- નો મુદામાલ સાથે આરોપી ભાવસંગભાઇ અભેસંગ ગોહિલ (ઉ.વ ૩૦) રહે. ગામ સુખપર તા.હળવદ તથા યુવરાજભાઇ ભુપતભાઇ મકવાણા (ઉ.વ ૨૭) રહે. ગામ સુખપર તા.હળવદવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.