પોસ્ટ કાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
હંસાબેન પારેઘી લખે છે કે, વડાપ્રધાન દ્વારા લીધેલા નવા જીએસટી સુધારા મધ્યમ વર્ગ માટે ખૂબ જ રાહતરૂપ બન્યા છે. દૈનિક ઉપયોગની અનેક ચીજ વસ્તુઓ સસ્તી મળવાથી મધ્યમ વર્ગના પરિવારનો ખર્ચ ઘટ્યો છે અને બચત શક્ય બની છે. આવકવેરાની મર્યાદા રૂ. ૧૨ લાખ કરી જીએસટીના દર ઘટાડી અને સ્વદેશીને બળ આપીને આપે તમામ વર્ગો માટે નવી ક્રાંતિ શરૂ કરી છે.