મોરબીમાં ખોડીયાર પાર્ક સોસાયટીના યુવકો દ્વારા આઠમના દિવસે પ્રાચિન ગરબા અને રાસ રજુ કર્યા
મોરબીમાં ખોડીયાર પાર્ક સોસાયટીના યુવકો દ્વારા આઠમ ના દિવસે ભારતીય સનાતન વૈદિક પરંપરા અનુસાર રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રાચીન ગરબા અને રાસ પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં સોસાયટીની યુવકો દ્વારા ભવ્ય રાસનું આયોજન કર્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વર્તમાન નવ યુવા વર્ગને આપણી સમૃદ્ધ સનાતન પરંપરા અને વૈદિક પ્રાચીન રાસ તરફ જાગૃત કરવાનો
યુવકો દ્વારા રજૂ કરાયેલા આ ઐતિહાસિક અને પૌરાણિક રાસ-ગરબા દ્વારા યુવાનોને આપણી સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી બનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન માત્ર એક ધાર્મિક ઉત્સવ નહોતો, પરંતુ તે સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું અને આવનારી પેઢીને તેના મૂળિયાં સાથે જોડી રાખવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું હતું.