મોરબીમાંથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી કંડલા બાયપાસ નજીક ફિદાય પાર્કમાં રહેણાંક મકાનમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ એક ઇસમના મકાનમાં દેશી હાથ બનાવટની જામગરી બંદુક હોવાની બાતમી મળતા બાતમીવાળા રહેણાંક મકાને રેઇડ કરતા દેશીહાથ બનાવટની જામગરી બંદુક હથિયાર નંગ-૧ કિં.રૂ.૨૦૦૦/- ગણી મુદામાલ કબ્જે કરી આરોપી રાજુભાઇ અબ્દુલભાઇ પબાણી (ઉ.વ.૩૯) રહે. મોરબી કંડલા બાયપાસ ફીદાય પાર્ક તા.જી. મોરબીવાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.