ગોર ખીજડીયા પાટીયાથી નારાણકા સુધી નવો રોડ બનાવવા ચાર ગ્રામ પંચાયતના સરપંચોની માંગ
મોરબી તાલુકાના ગોર ખીજડીયા પાટીયા થી નારાણકા ગામ સુધી ડામરપટી નવો રોડ તાત્કાલિક બનાવવા ગોર ખીજડીયા, વનાળીયા, નારણકા, અને માનસર ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા મોરબી માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરી નવો રોડ બનાવવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે વાવડીના પાટિયા થી ગૌર ખીજડીયા -વનાળીયા- માનસર- નારણકા સુધીનો રોડ એકદમ તૂટી ગયેલ છે નવો રોડ પણ મંજુર થઈ ગયેલ છે. તૌ નવો રોડ તાત્કાલિક ના ધોરણે ચાલુ કરવામાં આવે ગામડેથી મોરબી જતા આવતા રાહદારી ને તૂટી ગયેલ રોડના લીધે ભારે હાલાકી ભોગવવી પડે છે હાલાકીને લીધે લોકોને હવે ના છૂટકે આંદોલનનો રસ્તો અપનાવો પડે તેવી પરિસ્થિતી ઉભી થઇ છે આઠ દિવસમાં રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની લોકોને કરજ પડશે કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તો તેમની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગની રહેશે.