મોરબીની વાવડી ચોકડી પાસેથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી જીલ્લામાં દારૂબંધી માત્ર કાગળ પર રહી છે ત્યારે મોરબીની વાવડી ચોકડી નજીકથી વિદેશી દારૂની ૦૭ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની વાવડી ચોકડી પાસે એક ઈસમની તલાસી લેતાં થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ. ૪૯૦૦ નાં મુદામાલ સાથે આરોપી મુકેશસિંહ નિમ્બસિંહ ચૌહાણ (ઉ.વ.૨૧) રહે. મૂળ બરોતા કા બડિયા સારોઠ થાના બાર તા. જવાજા જિ. રાજમસંદવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.