મોરબીના ખાટકી વાસ ચોકમાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી શહેરમાં રહેતા યુવકે આરોપીનુ નામ અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં પોલીસ મથકમાં ખોલેલ હોય જેનો ખાર રાખી રાખી આરોપીઓએ ખાટકી વાસ ચોકમાં યુવકને છરી વડે ઇજા કરી માર માર્યો હોવાની સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ઇદ મસ્જીદ પાછળ મચ્છીપીઠમા રહેતા અબ્દુલભાઈ કાદરભાઈ ભટ્ટી (ઉ.વ.૨૨) એ આરોપી મોઇન ગુલામભાઈ મોવર તથા જાવેદ રમજાનભાઈ મોવર રહે. બંને વીસીપરા મદીના મસ્જીદ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી અબ્દુલભાઈનુ અગાઉ ઇગ્લીસ દારૂના ગુંન્હામા ફરીયાદીએ પોલીસ સ્ટેશન મા નામ ખોલેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ એ ફરીયાદીને છાતીમા છરી એક નો ઘા મારી ઇજા કરી તથા ગાળો આપી તથા આરોપીઓએ પગ વડે પાટુ મારી માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.