મોરબીના વેપારીને હોંગકોંગની કંપનીમા ડીલ કરવાનું કહી છ શખ્સોએ 1.72 કરોડની ઠગાઈ કરી
મોરબી જીલ્લામાં વેપારીઓ સાથે અનેક રીતે ફ્રોડ થતા હોય છે ત્યારે મોરબી શહેરમાં રહેતા વેપારીને છ જેટલા શખ્સોએ ટ્રેડ ફંન્ડામેન્ટલ પ્રાઈવેટ લિમિટેડ કંપની તથા જી.બી.એફ.એસ. વીંગ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નામ ધરાવતા ઈસમો તથા મળતીયા માણસોએ ખોટા નામો ધારણ કરી ભેગા મળી વેપારીને ખરીદનાર ગોતી આપવા તેમજ હોંગકોગની કંપનીમાં ડિલ કરવાનું કહી ડોક્યુમેન્ટશન તેમજ રજીસ્ટ્રેશનના બહાને વેપારી પાસેથી રૂ.૧,૭૨,૮૮,૪૦૦ ઠગાઈ કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ ૬૦૨, આંગન પેલેસ બોની પાર્ક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા (ઉ.વ.૩૫) એ આરોપી મેનેજર પારસ સીંગલા, એમ્પ્લોયી પ્રવિણ બંસલ, એમ્પ્લોયીધનંજય શર્મા, રોબર્ટ વીલીયમ્સ, હેન્રી, હાર્વી નામ ધરાવતા માણસ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ટ્રેડ ફંન્ડામેન્ટલ પ્રાઈવેટ લિમિટેડ કંપની તથા જી.બી.એફ.એસ. વીંગ્સ (GBFS VYNX) પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના પારસ સીંગલા, ધનંજય શર્મા, પ્રવિણ બંસલ, રોબર્ટ વીલીયમ્સ, હેન્રી તથા હાર્વી નામ ધરાવતા ઈસમો તથા તેના મળતીયા માણસોએ ભેગા મળી ખોટા નામો ધારણ કરી સિન્ડિકેટ બનાવી ફરીયાદીને વિશ્વાસમા લઈ ફરીયાદીને પોતાનો માલ ફોરેનમા એક્ષપોર્ટ કરવાનો હોય ફરીયાદીને ખરીદદાર ગોતી આપવા તેમજ હોગંકોગની ACES TRADING નામની કંપનીમા ડીલ કરવાનુ કહી ડોક્યુમેન્ટેશન તેમજ રજીસ્ટ્રેશનના બહાને ફરીયાદી પાસેથી રૂ. ૧,૭૨,૮૮,૪૦૦/- ની ઠગાઈ કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૧૧૧(૨)(બી), ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), તથા આઇ.ટી. એક્ટ કલમ -૬૬(સી) તથા ૬૬(ડી) મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
