Tuesday, October 14, 2025

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૧ ની વિઝીટ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં- ૧ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ક્લસ્ટર નં. ૧ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ અને સુમિતનાથ સોસાયટી, પંચાસર રોડ સંજરી પાર્ક પાસે આવેલ GVP પોઈન્ટ, વાવડી રોડ પર આવેલ પોકેટ ગાર્ડન તથા હોકર્સ ઝોનની વિઝીટ કરવામાં આવેલ.

તેમજ આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં લઇ શહેરી વિસ્તારમાં આવેલ મુખ્ય રસ્તાઓની વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં નેહરુ ગેટ થી દરબારગઢ, મચ્છુ માતાજીના મંદિર થી રામઘાટ, નેહરુગેટ થી એવન્યુ પાર્ક નાલા સુધી, મણી મંદિર થી બેઠાપુલ તથા પાવર હાઉસ રોડ થી અરુણોદય સર્કલ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં ૧૬૧ સફાઈ કર્મચારી, ૬ ટ્રેક્ટર તથા ૫૫ હાથલારી દ્વારા અંદાજીત ૧૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે તેમજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ મોરબી નિર્માણ માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર